Home> Gujarat
Advertisement
Prev
Next

ધૂળેટીની ધમાલ: વણઝારા સમાજમાં ઘરની મહિલાઓ પુરુષોને મારે છે લાકડીથી, કારણ છે ખાસ

આજે ધૂળેટીનું પર્વ રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે વણઝારા સમાજે પણ આ પર્વને ધામધૂમથી ઉજવ્યો. વણઝારા પરિવારમાં લાઠીની પરંપરા વર્ષો જૂની છે. આખા વર્ષ દરમિયાન પુરુષોની સેવા કરતી મહિલાઓ ધૂળેટીના દિવસે પુરુષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વણઝારા બંધુઓએ પણ ધૂળેટીની ઉજવણી કરી. 

ધૂળેટીની ધમાલ: વણઝારા સમાજમાં ઘરની મહિલાઓ પુરુષોને મારે છે લાકડીથી, કારણ છે ખાસ

હિતલ પારેખ, ગાંધીનગર: આજે ધૂળેટીનું પર્વ રાજ્ય સહિત દેશભરમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે વણઝારા સમાજે પણ આ પર્વને ધામધૂમથી ઉજવ્યો. વણઝારા પરિવારમાં લાઠીની પરંપરા વર્ષો જૂની છે. આખા વર્ષ દરમિયાન પુરુષોની સેવા કરતી મહિલાઓ ધૂળેટીના દિવસે પુરુષોને લાઠી મારીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. વણઝારા બંધુઓએ પણ ધૂળેટીની ઉજવણી કરી. 

કચ્છ: રાપરમાં યુવતી સાથે બળજબરીપૂર્વ શરીરસુખ માણતો VIDEO વાઈરલ

આ ઉજવણી દરમિયાન વણઝારા બંધુઓ સાથી કરણી સેનાના આગેવાનો પણ સામેલ થયા હતાં. ડીજી વણઝારાના ધર્મપત્ની તેમના પતિ જેલમાં હતા તેના કારણે આઠ વર્ષ સુધી આ પરંપરા નિભાવી શક્યા નહતાં. આથી હોળી ઉજવી નહતી. હવે તેઓ પોતાના પતિ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે લાઠી પરંપરા નિભાવતા જોવા મળ્યાં. આ સાથી જે ડીજી વણઝારાએ નિવેદન પણ આપ્યું.

સુરત: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 10 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયો યુવક

તેમણે કહ્યું કે હોળી એ દેશભક્તિનો તહેવાર છે. ડીજી વણઝારાનો રણકાર રાજકારણ અછૂટ નથી. હું જાહેર જીવનમાં છું અને જાહેર જીવનમાં રહેવાનો છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મારી કદર કરીને મને પાછલી અસરથી પ્રમોશન આપ્યું તે બદલ આભારી છું. 

જુઓ Live tv

આ બાજુ કે જી વણઝારાએ કહ્યું કે કોરોના વાઈરસના જીવાણુંઓ હોળીમાં ગઈ કાલે ભસ્મ થઈ ગયા અને ગુજરાતમાં આ વાઈરસની કોઈ અસર નહીં થાય. વર્ષોથી પરંપરા પ્રમાણે વણઝારા બંધુઓ હોળી ધૂળેટીની ઉજવણી કરે છે. અમેરિકા ચીન જેવા દેશો કોરોના વાઇરસની ઝપેટમાં છે પણ ભારત એક માત્ર દેશ એવો છે કે જ્યાં ઋતુચક્ર હોવાના કારણે કોરોના વાયરસની અસર નહીં થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More